મોરબી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશને બન્ને નવનિયુક્ત અધિકારીની શુભેચ્છા મુલાકાત લઈને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશનને તાજેતરમાં મોરબી જિલ્લામાં નવનિયુક્ત થયેલા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પુરવઠા અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધા હતી અને બન્ને અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને મોરબી જિલ્લામાં બાયોડીઝલના નામે વેચાણ થતા કે હાનિકારક દ્રવ્યોના વેપલાને અટકાવવાની માંગ કરી હતી. આથી, આ અધિકારીઓએ આ ગંભીર બાબતે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.મોરબી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશને તાજેતરમાં મોરબી જિલ્લાના નવનિયુક્ત મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મોરબી જિલ્લાના હાલના પેટ્રોલિયમ બિઝનેસ ટ્રેડના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમા બાયોડીઝલ કે બાયોડીઝલના નામે વેચાણ થતાં અન્ય હાનિકારક દ્રવ્યો કે કેમિકલની ગેરકાયદેસર રીતે વેચાણ અટકાવવા બાબતે આવેદન રૂપે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં તંત્ર તરફથી પૂરતો સહયોગ આપવામાં આવશે તથા ગેરકાયદેસર રીતે થતા વેચાણ સામે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી. આ ઉપરાંત, મોરબી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશનને મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પુરવઠા અધિકારી ડો. શ્ર્વેતા પટેલની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તથા મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટર કેતનભાઈ પી. જોશીને મળી મોરબી જિલ્લાના હાલના પેટ્રોલિયમ બિઝનેસ ટ્રેડના પ્રશ્નોની ચર્ચા કરી બાયોડીઝલ કે બાયોડીઝલના નામે વેચાણ થતાં અન્ય હાનિકારક દ્રવ્યો કે કેમિકલની ગેરકાયદેસર રીતે વેચાણ અટકાવવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આથી, આ અધિકારીઓએ મોરબી જિલ્લામાં બાયોડીઝલના નામે હાનિકારક દ્રવ્યોના વેચાણ અટકાવવાની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમ મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ હર્ષદભાઈ કડીવારએ જણાવ્યું હતું.