મોરબી : હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિનો મહિમા છે. મહાદેવના મંદિરોમાં વિવિધ સજાવટ કરવામાં આવી છે. ત્યારે મોરબીના જુના ઘાંટીલા ગામ સ્થિત પ્રાચીન જડેશ્વર મંદિરે ફૂલોથી શોભિત શિવલીંગના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. જુના ઘાંટીલા ગામનાં તળાવ કાંઠે જડેશ્વર મહાદેવ રાજાશાહી વખતથી બિરાજમાન છે. જડેશ્વર મહાદેવ મંદિરનું મહારાજા લખધીર બહાદુરજીના રાજમાં કરવામાં આવેલ છે. શ્રાવણ માસ નિમિત્તે જડેશ્વર મહાદેવ મંદિરમાં શિવલીંગની વિવિધ સજાવટ કરવામાં આવે છે. જેમાં શિવલીંગ ફૂલોથી શોભિત કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. મંદિરમાં દરરોજ પૂજારી તેમજ ભકતો અને બ્રાહ્મણો દ્વારા મહાદેવનું પૂજન - અર્ચન કરાઈ રહ્યુ છે. તેમ પ્રજાપતિ પરસોત્તમભાઈએ જણાવ્યું છે.