મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ઇન્દિરાનગર વિસ્તારમાં મેઈન રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. જેના લીધે ચાલી શકાય કે વાહન ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. અગાઉ સરકારી ખરાબાની જગ્યામા નાના-મોટા, કાચા-પાકા બાંધકામ કરેલા હોય, જેથી હવે પાણીનો નિકાલ થતો નથી. અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉપાય કરવા કલેકટરને ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરી અપીલ કરવામાં આવી છે.