મોરબી : ઘુટું ગામની ફેક્ટરીમાં કામ કરતી વખતે પડી જતા એક યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 12ના રોજ ઘુટું ગામમાં આવેલ ગોરલ ફેકટરીની પાછળના વિસ્તારમાં રહેતા નરેશભાઇ અમરાભાઇ ભુવા (ઉ.વ. આશરે 20) ગોરલ ફેકટરીમાં કામ કરતો હોય, તે વખતે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.