મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 555 પર પોહચ્યો ટંકારા, વાંકાનેર, મોરબી : મોરબી જિલ્લામાં આજે જન્માષ્ટમીના દિવસે બુધવારે બપોરે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 6 કેસ મોરબી, 1 કેસ વાંકાનેર અને 1 કેસ ટંકારામાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 555 થઈ ગઈ છે. 12 ઓગસ્ટ, બુધવારે નોંધાયેલા કોરોના કેસની વિગત.. 1) 58 વર્ષ, પુરુષ, ઘાંચી પીંજારા મસ્જિદ શેરી, વાંકાનેર 2) 45 વર્ષ, પુરુષ, લક્ષ્મીનારાયણ સોસાયટી - 7, ટંકારા 3) 51 વર્ષ, પુરુષ, યદુનંદન પાર્ક, મારુતિનંદન એપાર્ટમેન્ટ - 303, રવાપર રોડ, મોરબી 4) 60 વર્ષ, પુરુષ, કડીયા કુંભાર શેરી, મોરબી. 5) 40 વર્ષ, પુરુષ, વાઘપરા, મોરબી. 6) 31 વર્ષ, મહિલા, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી. 7) 26 વર્ષ, પુરુષ, દરબારગઢ, મોરબી. 8) 53 વર્ષ, મહિલા, નવાડેલા રોડ, મોરબી.