મોરબીમાં 500થી વધુ ગરીબ બાળકોને રમકડા-મીઠાઈની ભેટ આપીને જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી : મોરબીમાં સામાજિક ,શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓ માટે સદાય સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપની તહેવારોની અનોખી ઉજવણી કરવાની સરાહનીય પરંપરા છે.સર્વધર્મ સમભાવની ભાવના સાથે જોડાયેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક ધર્મના તહેવારોની બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવીને તહેવારોની ઉજવણીના સાચા મર્મને ઉજાગર કરવામાં આવે છે. ત્યારે આજે જન્માષ્ટમીના પાવન અવસરની આવા ધ્યેય સાથે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ ભગવાનના વેશમાં યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ 500થી વધુ ગરીબ બાળકોને રમકડા-મીઠાઈની ભેટ આપીને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં સમાજમાં બદલાવ લાવવાની, સદભાવનાશીલ વૈચારિક ક્રાંતિ માટે સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક તહેવારોની જેમ જન્માષ્ટમીના પાવન અવસરની બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવીને તહેવારો સાચા મર્મને દિપાવ્યો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે જન્માષ્ટમીના પાવન અવસરે આપવાના આનંદ હેઠળ જરૂરિયાત મંદ 500 થી વધુ બાળકોને કૃષ્ણ ભગવાનના વેશમાં યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ રમકડાં અને મીઠાઈની ભેટ આપવામાં આવી હતી. જોકે હાલમાં કોરોનાની મહામારીને કારણે આ ઉજવણી દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાત મંદ બાળકોને તહેવારોની ખુશી આપીને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ,આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મહિમા અનન્ય દર્શાવ્યો છે. ખાસ કરીને તહેવારોમાં આપણે દરેક પરિવાર કે સગા સબધીઓ સાથે હળીમળીને તહેવારો ઉજવીને ખુશી મેળવી છીએ. પણ તહેવારોની ઉજવણીની સાચી ખુશી એ છ કે ,તહેવારોની ખુશી બીજાને એટલે કે વંચિત છે તેને ખુશી આપીને આપણે ખુશ થાય એ જ તહેવારો ઉજવણીનું મૂળભૂત સોહાર્દ છે.આ ભાવના સાથે જ અમે દરેક તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી કરીએ છીએ. ત્યારે જેમ ક્રિસ્મસમાં સાન્ટા ક્લોઝના વેશમાં ગિફ્ટ આપવાની વિદેશમાં પરંપરા છે.તેમ અમો આપણા ભગવાન કૃષ્ણના વેશના યુવાનો દ્વારા ગરીબ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપી હતી. દેવેનભાઈએ અંતમાં જણાવ્યું હતું કે, દરેક લોકો આ રીતે તહેવારોની ઉજવણી કરવા પ્રેરાય તેવો અમારો શુભ આશય છે.