ચરડવામાં રહેતા હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત પાંચના કોરોના રિપોર્ટ પોઝિટિવ હળવદ, વાંકાનેર, ટંકારા : મોરબી જિલ્લામાં આજે 11 ઓગસ્ટ, મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સાત કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે 5, વાંકાનેર શહેરમાં 1 અને ટંકારાના મિતાણા ગામે એક કેસ નોંધાયો છે. હળવદના ચરાડવા ગામે નોંધાયેલા 5 કેસ એક જ પરિવારમાં નોંધાયા છે. જેમાં હળવદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત તેમના પરિવારના પાંચ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. 11 ઓગસ્ટ, મંગળવારે નોંધાયેલા નવા કોરોના કેસની વિગત (સાંજના 5 વાગ્યા સુધીમાં) 1) 68 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ 2) 53 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ 3) 50 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 4) 31 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ 5) 13 વર્ષ, બાળકી, ચરાડવા, હળવદ 6) 30 વર્ષ, પુરુષ, ઓનેરી કંપની, મિતાણા, ટંકારા 7) 75 વર્ષ, મહિલા, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/