ટંકારા : ટંકારાના લખધીરગઢ ગામે યુવાનો દ્વારા બગીચો તથા બાળ ક્રિડાંગણને તહેવાર પહેલા સેનિટાઈઝરથી સ્વરછ કરાયું હતું. ટંકારાના લખધીરગઢ ગામે પાદર પાસે બનાવેલ વિશાળ બગીચો અને બાળ ક્રિડાંગણને સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ગામજનો બાળકો સાથે સમય પસાર કરવા આવતા હોય છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમા કોરોના રોગ સામે રક્ષણ મળે અને જાગૃતતા ફેલાઈ એ માટે આગોતરી તૈયારીના ભાગરૂપે ગામના મિત્ર મંડળના સભ્ય સુભાષભાઈ ઢેઢી, બિપિનભાઈ ભગિયા, વિપુલભાઈ ભગિયા, ભુપતભાઈ ચૌધરી સહિતના સેનિટાઈઝરની કામગીરી હાથ ધરી છે.