અન્ય એક યુવાનને ગંભીર ઇજા : અકસ્માત બાદ કાર પલ્ટી મારી ગઈ ટંકારા : રાજકોટ હાઇવે પર છતર પાસે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બે યુવાનમાંથી એકનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનને ગંભીર ઇજા થતાં ૧૦૮ દ્વારા તાત્કાલિક રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાથી રાજકોટ વચ્ચે છતર ગામ નજીક સાજના સુમારે મોટર સાયકલ અને ફોર વ્હીલર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધટના સ્થળે જ બાઈક ચાલકનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા બીજા યુવકને ગંભીર ઇજાઓ પોહચી હતી. ૧૦૮ ને જાણ કરાતા પાઈલોટ કેતનસિંહ અને ડો. રૂબિયાબેનએ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાવામાં આવ્યા છે. બનાવને પગલે ધટના સ્થળે ટંકારાના થાણા અધિકારી એલ.બી. બગડા, જમાદાર બ્લોચભાઈ, કોન્સ્ટેબલ જસાભાઈ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મરણ જનાર અને ઇજાગ્રસ્ત યુવાન રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે.