. મચ્છુ ડેમ-2 તૂટવાથી આવેલા પૂરે એક ઝાટકે મોરબીને તબાહ કરી દેતા હજારો લોકો-સેંકડો પશુઓને મોતના ખપ્પરમાં હોમાયા અને ઉધોગ ધંધાને ગંજાવર નુકશાન થયું હતું : બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળ પ્રલયની આજે 41 વરસી : પુરગ્રસ્તોની આંખો આજે પણ ભીની થઇ જાય છે : કોરોનાના પગેલ હોનારત બાદ પ્રથમ વખત આજે મૌન રેલી નહીં યોજાય : મણીમંદિર ખાતે નિધારીત સમયે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને હોનારતના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાશે : બપોરે હોનારાતને સમયે 3.15 વાગ્યે પાલિકા 11 સાયરન વગાડી હોનારાતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપશે મોરબી : મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી છે. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા. અનેક મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળ પ્રલયની આજે 41 વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખમાંથી આજે પણ આંસુના પુર વહે છે. 11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મચ્છુના પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી. મકાનો, મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા. મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી.જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે 41મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે. અનેક લોકોએ આખો પરિવાર ગુમાવ્યો.. મોરબીની વિનાશકારી જળ પ્રલયની દુર્ઘટના ને યાદ કરતા પૂરગ્રસ્તો એ ઘટના નજર સામે તાદ્દશ્ય થઈ હોય તેમ ધ્રુજી ઉઠે છે. વયોવૃદ્ધ પી.એમ.નાગવાડીયા નો એકનો એક વહાલ સોયો દીકરો મચ્છું પુરમાં ગુમાવવયો હતો. આવા તો અનેક પરિવારો છે. જેમાં કોઈનો લાડકવાયો કોઈ નો ભરથાર તો કોઈનો માડી જાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારત માં સદાય ને માટે મોતની આગોશમાં સમાય ગયા હતા. આવી જ રીતે પૂર માં દૂધીબેન બરાસરા ના માતા પિતા સહીત ના 11 લોકો ના મોત થયા હતા. તેમની કમનસીબી એ હતી કે પાણી થી બચવા કારખાના ની ઓફીસ માં બારણું બંધ કરી ને અંદર પુરાયા હતા. પરંતુ પાણી નો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઓફિસ ના દરવાજા તોડી ને ઘુસી જતા 11 લોકો ને મોત ની આગોશ માં સમાવી લીધા હતા. આજે 39 વર્ષ પણ હયાત સ્વજનો એ ઘટના ને યાદ કરીને પોતાના દિવગત સ્વજનો ને શ્રદ્ધાંજલિ આપીને ફરી આવી કયારેય કુદરતી આપતી ન આવે ન સર્જાય તે માટે ઈશ્વર સમક્ષ રીતસર પ્રાર્થના કરે છે. ફિનિક્સ પંખીની જેમ મોરબી રાખમાંથી બેઠું થયું.. મોરબી શહેરે બે કુદરતી આપતીઓ સહન કરી છે.પહેલી કુદરતી આપતી મચ્છુ જળ હોનારત બાદ વિશ્વભરમાંથી સહાયનો ધોધ વરસ્યા બાદ મોરબી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠું થયું હતું અને વિકાસની ક્ષિતીજો સર કરી હતી ત્યાં જ વર્ષ 2001 માં ફરી કુદરતે થપાટ મારી હતી.અને કાળમુખા ભૂકંપ પછી પણ મોરબીવાશીઓની ખુમારી કે જિંદાદિલી માં કોઈ ઓટ આવી નથી બલ્કે બેવડા જોશ થી દરેક મોરબીવાસી એ અક્લપનીય વિકાસ સાધ્યો છે. જેના કારણે નાનકડું શહેર જીલ્લો બન્યુ છે. અને દેશ જ નહિ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ ભારે નામના મેળવી છે. સીરામીક અને ઘડિયાળ સહિતના ઉધોગો આપબળે અકલ્પ વિકાસ સાધીને મોરબીને દેશ જ નહીં વિશ્વ સ્તરે કીર્તિ અપાવી છે. *આજે કોરોનાના કારણે હોનારતની વરસીએ મૌન રેલી રદ કરાઈ..* મોરબી : મોરબીવાસીઓની કાળજું કંપાવનારી મચ્છુ જળ હોનારતની આજે 11 ઓગસ્ટ 41મી વરસી છે. જોકે દર વર્ષે મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે હોનારતની વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે.અને ઘટના સમયે 11 સાયરન વગાડવામાં આવે છે પ્રથમ સાયરને રેલી નગરપાલિકાથી નીકળ્યા બાદ મણીમંદિરમાં આવેલ મચ્છુ જળ હોનારતના દિવગતોના સ્મૃતિ સ્તંભને શ્રદ્ધાંજલિ અપાઈ છે.પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા આ મૌન રેલી રદ કરવામાં આવી છે અને તા.11 ને મંગળવારે મચ્છુ જળ...