જિલ્લાના પોલીસવડા તેમજ પોલીસ અધિક્ષકના હસ્તે મંજૂરી આદેશ અર્પણ કરાયા મોરબી : મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે જિલ્લા પોલીસ અધીક્ષક એસ.આર.ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકાબેન ભારાઇ દ્વારા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીને કુલ ૫ મંજુરી આદેશ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસ અધીક્ષકશ્રી એસ.આર.ઓડેદરા દ્વારા મહિલાલક્ષી યોજના અને કાયદાઓને સુચારુ રૂપે અમલીકરણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની દીકરીઓના જન્મના પ્રમાણને વધારવાના અને ડ્રોપઆઉટ રેશીઓ ઘટાડવાના ઉદેશથી વ્હાલી દીકરી યોજનાનું અમીલકરણ કરવામાં આવે છે. જેમાં વાર્ષિક રૂ. ૨ લાખથી ઓછી આવક ધરાવતા દંપતીના પ્રથમ ત્રણ સંતાનમાં જન્મેલ દીકરીને કુલ ૧,૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. ઉપરોક્ત યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા તારીખ ૨/૮/૨૦૧૯ પછી દીકરીનો જન્મ થયેલ હોવો જોઈએ અને દંપતીની વાર્ષિક આવક રૂ. ૨ લાખ થી ઓછી હોવી જોઈએ અને પ્રથમ ૩ સંતાન સુધીમાં જન્મેલ દીકરીને ઉપરોક્ત યોજનોનો લાભ મળે છે. ઉપરોક્ત યોજનાના ફોર્મ આંગણવાડી કાર્યકર્તા, સી.ડી.પી.ઓ કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી ખાતે મળી રહે છે. ઉપરોક્ત યોજના નો મહત્તમ લાભ લેવા માટે મોરબી મહિલા બાળ અધિકારી શૈલેષ અંબાલીયા દ્વારા વિનંતી કરાઇ છે.