ઈજાના કારણે નહી પરંતુ અવાજને કારણે બાળક હદપ્રત બનું ગયું હળવદ: હળવદ તાલુકાના દીઘડિયા ગામે આજે મોડીસાંજના બાળક જે જગ્યાએ રમી રહ્યું હતું ત્યાં ઓચિંતા ટ્રાન્સફોર્મર(ટીસી) માં ધડાકો થતા આ ધડાકાના અવાજને લઇ ૧૧ વર્ષના બાળકનું હૃદય બેસી જવાને કારણે કમાટી ભર્યું મોત નિપજ્યું છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા જીવણભાઈ મોરવાડિયા નો ૧૧ વર્ષનો દીકરો નવઘણ ગામમાં આવેલ ટ્રાન્સફોર્મર પાસે રમી રહ્યો હતો તે વેળાએ ટ્રાન્સફોર્મર માં ઓચિંતાનો ધડાકો થતા તેના અવાજને લઈ આ બાળક નું હ્રદય બેશી ગયું હતું જેને લઈ કમાટી ભર્યું મોત નિપજ્યું છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ ૧૧ વર્ષના નવઘણને અગાઉ પણ હૃદયનું ઓપરેશન કરાવેલ હોય ત્યારે આજે ધડાકાભેર અવાજને લઈ હૃદય બેસી જતા મોત નીપજ્યું હોવાનું હળવદ સરકારી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું.