ગજકેસરી ફાઉન્ડેશન નિર્મિત ભારત વીડિઓ ટેલેન્ટ એપ ડાઉનલોડ કરવા સંસ્થાની અપીલ મોરબી : 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પ સાથે ટીકટોકને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના ગજકેશરી ફાઉન્ડેશન દ્વારા ભારત વીડીયો ટેલેન્ટ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય વધુમાં વધું લોકો એપ્લીકેશન ડાઉનલોડ કરે, જેની 60% આવક ભારતીય આર્મીને સમર્પિત કરવામાં આવશે. આ વિચારબીજ આપનાર ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનના ગુજરાત રાજ્યના સંરક્ષક અને હાલ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા પ્રવિણસિંહજી ઝાલા (સાદુળકા)ની પ્રેરણાથી એપ્લિકેશન બનવવામાં આવી છે. નીચે જણાવેલ લીંક પરથી ડાયરેક્ટ ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. https://play.google.com/store/apps/details?id=com.bharat.videos