માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં રહેતા 24 વર્ષીય અજયભાઇ શંભુભાઇએ ગઈકાલે તા. 8ના રોજ ગામે જયદીપ કંપનીના ક્વાર્ટસમા કોઇપણ કારણૉસર ગળે ફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.