મોરબી : ગઈકાલે તા. 8ના રોજ મોરબીના રવાપર રોડ પર કિષ્ના સ્કુલની બાજુમાં થાંભલા પાસે મુકેશભાઈ નાનજીભાઈ (ઉ.વ. 25, રહે શોભેશ્વર રોડ)ને શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.