મોરબી : મોરબી શહેરમાં રહેતા એક વર્ષના બાળકનું અપહરણ થઇ ગયું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગત તા. 7ના રોજ મોરબીના યોગીનગર ઢાળીયા પાસે હનુમાન મંદીર નજીકના વિસ્તારમાં રહેતા જીતેન્દરભાઇ સીપાહીભાઇ યાદવ (ઉ.વ. 37, ધંધો મજુરી, મુળ ગામ ખડસરા, તા.જી. સીવાન, રાજય બિહાર)ના બાળક પિયુષ (ઉ.વ. 1 વર્ષ 3 માસ)ને સંજુભાઇ કઢાઇભાઇ (રહે માધવપુર ગામ, તા. દેવાશ, જી. ઉજજૈન (મધ્યપ્રદેશ)) તથા તેના પત્ની રેખાબેન બન્ને સાતમ આઠમના તહેવાર માટે કપડાની ખરીદી કરવા જતા હોવાથી પીયુષને સાથે લઇ ગયા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. આથી, ગઈકાલે તા. 8ના રોજ બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બાળક અને આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.