મોરબી : મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા જી.આઇ.ડી.સી. નજીક શનાળા રોડ પરના ડિવાઈડરની વચ્ચે કરણના ૫૧ છોડ રોપવામાં આવ્યા છે. જેમાં સહભાગી કાર્યકરો પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, મંત્રી પોપટભાઈ ગોઠીના માર્ગદર્શન હેઠળ ચંદુભાઈ કુંડારિયા, અમુભાઈ સોરીયા, કેશવજીભાઈ સરડવા, સંજયભાઇ સરડવાના સહયોગથી વૃક્ષારોપણનું કાર્ય સફળ બન્યું હતું.