મોરબી : સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાની મોરબી શાખા (SMVS - MORBI) દ્વારા સત્યસંકલ્પ સ્વામીના સાનિધ્યમાં મોરબી ખાતે છેલ્લા 2 વર્ષથી ભવ્ય યુવા અધિવેશનનું આયોજન કરી યુવાનોને વ્યસનની ચૂંગાલમાંથી બહાર કાઢી આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 2020માં પણ મોરબી ખાતે 5 દિવસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની મહામારીને કારણે પ્રોગ્રામ કૅન્સલ થતા આવતીકાલે સત્યસંકલ્પ સ્વામી સંસ્થાની યુ-ટયુબ ચેનલ પર (smvs.live/Live.Smvs.Org) તા. 9 રવિવારના રોજ સાંજે 5 કલાકથી 7-30 કલાક સુધી ઓનલાઈન સહપરિવાર સાથે ઘરબેઠા લાભ લઇ શકાશે.