એક મહિના પહેલાના લૂંટના બનાવમાં લૂંટારુંઓ જામનગરમાં પકડાય જતા આ અંગે ટંકારા પોલીસ મથકે ગુનો નોંધાયો ટંકારા : ટંકારા નજીક એક મહિના પહેલા સરનામું પૂછવાના બહાને આધેડને પરાણે ગાડીમાં બેસાડીને ત્રણ અજાણ્યા હીન્દી ભાષી શખ્સો રૂ.૭૨,૦૦૦ ના સોનાના દાગીની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવના લૂંટારુઓ જામનગરમાં પકડાઈ જતા ટંકારા નજીક થયેલી આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી ગયો હોવાથી ટંકારા પોલીસે આ લૂંટના બનાવની ફરિયાદ નોંધીને જામનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે ત્રણ આરોપીઓનો કબજો મેળવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ લૂંટના બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ ટંકારા તાલુકાના સાવડી ગામના વતની ખીમજીભાઇ મીઠાભાઇ ભેસદડીયા (ઉ.વ. ૫૦) નામના આધેડે આરોપીઓ વેગનઆર ગાડી લઇ આવેલ અજાણ્યા ત્રણ માણસો સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ જુલાઈ સાજંના આશરે પોણા પાચેક વાગ્યાના અરસામા ટંકારાના ધ્રુવનગર ગામથી આગળ બારનાલા પાસે મોરબી-રાજકોટ રોડ ઉપર ફરીયાદી મોટર સાયકલ લઇ મોરબી જઈ રહ્યા હતા. ત્યારે એક વેગનઆર ગાડીમાં અજાણયા ત્રણ માણસો આવીને ફરીયાદીને ઉભો રખાવી શંકર ભગવાનનું મંદિર કયા આવેલ છે? તેમ કહી તુમ મોરબી નહી પોહચેગા તેમ કહી ધમકી આપી ફરીયાદીને તેની વેગનઆર ગાડીમાં બેસાડી ફરીયાદી પાસેના સોનાના દાગીના જેમા એક ચાર આની ભારની સોનાની વીટી કિ.રૂ,૧૨૦૦૦ અને એક સોનાનો ચેન આશરે દોઢ તોલાનો કિ.રૂ.૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૨,૦૦૦ ના સોનાના દાગીની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે આવી લુંટ કરવાવાળા માણસો જામનગરમાં પકડાયેલ હોવાથી ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.