મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ જુલાઈ માસના છેલ્લા રવિવારે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે ૪૮ મો સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ કોરોના મહામારીના કારણે થઈ શકે તેમ ન હોય તેમ છતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવેલ હતા. તેવા વિદ્યાર્થીઓને રાજપૂત સમાજ ટીમના હોદેદારો દ્વારા શીલ્ડ તથા મોરબી રાજવી પરિવાર તરફથી અપાયેલ રિસ્ટ વોચ આપીને રૂબરૂ ઘરે જઈને સન્માનિત કરવામાં આવેલ છે.