હળવદ : ગત તા. 5ના રોજ હળવદના દેવળીયા-ચરાડવા રોડ પર જશમતભાઇ બેચરભાઇ પટેલની વાડી સામે એક લાલ કલરના મો.સા રજી નં MP 11 MW 8204 ના ચાલકે પ્રકાશભાઇ લાલજીભાઇ જશાપરા (ઉ.વ. ૪૭, ધંધો વેપાર, હાલ રહે. એન્ટીક ટાવર, ઓમ પાર્ક, શનાળા રોડ, મોરબી, મુળ રહે. ગામ જુના દેવળીયા, તા. હળવદ) સ્પેલેન્ડર મોટર સાયકલ રજી નં GJ 36 A 3270ને સામેથી બાજુથી આવીને અથડાવી દીધું હતું. આથી, મોટર સાયકલ પર સવાર નરભેરામભાઇ (ઉ.વ. આશરે 52) પડી ગયા હતા. અને તેમને માથાના ભાગે મુંઢ ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પ્રકાશભાઇએ મો.સા રજી નં MP 11 MW 8204 ના ચાલક સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.