સિરામિક એસો. સહિતના સંગઠનોની માંગ અંતે તંત્રએ સ્વીકારી ખાનગી હોસ્પિટલને આપી મંજૂરી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ કાર્યરત કરાવવાની માંગ ઉઠી રહી હતી. જેને પગલે તંત્ર દ્વારા પ્રભાત કોરોના કેર હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી છે. વધુમાં આ હોસ્પિટલમાંથી હોમ આઇસોલશનની સુવિધા પૂરી પાડવાની પણ તંત્રએ છૂટ આપી છે. મોરબીમાં કોરોના કેસોનો આંકડો 500એ પહોંવાની તૈયારી છે. તેમ છતાં એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોય સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કોરોનાની ખાનગી હોસ્પિટલ ઉભી કરવાની માંગ ઉઠાવી હતી. તેઓએ એવી વ્યથા પણ ઠાલવી હતી કે ખાનગી હોસ્પિટલમાં વધુ સુવિધાયુકત સારવાર ઉપલબ્ધ હોય તેનો લાભ લેવા માટે મોરબી જિલ્લાના દર્દીઓને રાજકોટ જવું પડતું હતું. આ રજૂઆતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટમાં આવેલી પ્રભાત કોરોના કેર હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજુરી આપવામાં આવી છે. અહીં નિદાન અને ખાનગી લેબોરેટરીમાં તપાસની સેવા આપવામાં આવે છે. અહીં શંકાસ્પદ દર્દીઓ તથા પોઝીટીવ દર્દીઓ બન્ને માટે અલગ વોર્ડ રાખવામાં આવ્યા છે. ડો. ફેનીલ નંદાણી સાહેબ કે જેઓ આઈ.ડી.સી.સી.એમ ક્રિટીકલ કેરના નીષ્ણાંત તબીબ છે. તેઓ અમદાવાદની સિમ્સહોસ્પિટલમાં સેવા આપી ચુક્યા છે. તેઓની સેવા અહીં મળવાની છે. વધુ માહીતી માટે મો.નં. 90548 45663 પર સંપર્ક કરી શકાશે. હોમ કેરના પેકેજ -:લાઈટ પેકેજ:- 10 દિવસ 10 દિવસ દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા વિઝીટ સંખ્યા-1 રેગ્યુલર ટેલી મોનીટરીંગ પેકેજ કિંમત રૂ. 5000 -:રેગ્યુલર પેકેજ:- 10 દિવસ 10 દિવસ દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા વિઝીટ સંખ્યા-4 રેગ્યુલર ટેલી મોનિટરિંગ પેકેજ કિંમત રૂ.15,000+5000= 20,000 -:કમ્પ્લીટ પેકેજ:- 10 દિવસ 10 દિવસ દરમિયાન તબીબી સ્ટાફ દ્વારા વિઝીટ સંખ્યા-10 રેગ્યુલર ટેલી મોનીટરીંગ પેકેજ કિંમત રૂ.35,000+5000=40,000