પંચમુખી ઢોરા વિસ્તારના મુખ્ય માર્ગોની પણ સ્ટ્રીટલાઇટો બંધ હળવદ : હળવદ શહેરમાં આવેલ ત્રણ રસ્તાથી દશામાના મંદિર સુધીની તમામ સ્ટ્રીટ લાઈટો છેલ્લા બે દિવસથી બંધ જોવા મળી રહી છે. સાથે સાથે પંચમુખી ઢોરા વિસ્તારની પણ મુખ્ય રસ્તાની લાઈટો બંધ છે. જેને કારણે મુખ્ય માર્ગો પર અંધારપટ છવાયો છે. પાલિકા તંત્ર દ્વારા પોતાની આળસ ખંખેરી વહેલી તકે મુખ્ય માર્ગોની અને પંચમુખી ઢોરા વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરે તે જરૂરી છે. કારણ કે શહેરના ધાંગધ્રા રોડ પર વહેલી સવારે અને મોડી સાંજના લોકો ચાલવા નીકળતા હોય છે. જેથી, લાઈટો બંધ રહેતા લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે બંધ રહેલી સ્ટ્રીટલાઇટો પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.