ટંકારા : ટંકારા ફોરેસ્ટ વિભાગ દ્વારા ૭૧માં વન મહોત્સવની ઔધોગિક તાલિમ કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના વાઈરસને પગલે માત્ર અમુક આમંત્રિતોની હાજરીમા જ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કોગેસના પ્રમુખ ભુપત ગોધાણી, ભાજપ પ્રમુખ કિરીટ અંદરપા, રૂપસિંહ ઝાલા, સંજય ભાગિયા પર્યાવરણ પ્રેમી નમેરા સાહેબ, સજીવસૃષ્ટી માટે કામ કરતી એફ્પો સંસ્થાના ક્રિમપલભાઈ દેત્રોજા, ટંકારા મામલતદાર આર.આર. પાદરીયા, તાલુકા પંચાયતના લો ભાઈ, આઈ ટી આઈના આચાર્ય અઘેરા, ફોરેસ્ટ ઓફિસર કુંડારીયા સહિતના હાજર રહ્યા હતા.