ટંકારા : ટંકારામાં એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ટંકારામાં રાજકોટ-મોરબી હાઇવે રોડ પર સરદાર નગર સોસાયટીમાં રહેતા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (ઉ.વ. 39, ઘંઘો ખેતી, મુળ રહે. ગામ મેઘપર)ને સોસાયટી પાસેથી મોટર સાયકલના પાછળના ભાગે ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની એક બોટલ (કી.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ તથા મોટર સાયકલ મળી કુલ રૂ. 25,300નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.