માળીયા (મી.) : માળીયા (મી.)ના અણિયારી ટોલનાકા નજીક એક શખ્સને વ્હીસ્કીની બે બોટલો સાથે ઝબ્બે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. હળવદ તાલુકાના નવા દેવાળિયા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 25 વર્ષીય મહેશ ઉર્ફે મુનો અમરશીભાઇ મકવાણાને પોલીસે ગત તા. 6ના રોજ રાતના સમયે અણિયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલની પંચરની દુકાન પાસેથી વ્હીસ્કીની બે બોટલો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી મહેશ પાસેથી કુલ રૂ. 400નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.