મોરબી : મોરબીમાં લાયન્સનગર-શનાળા બાયપાસ નજીક મેઈન રોડ પર ગટરના પાણી રસ્તા પર આવી જતા કાદવ-કીચડ થાય છે. જેના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ તંત્રએ પાણીની પાઇપલાઈન નાખવા માટે ગટર ખોદી હતી. ત્યારે ગટરને બુરવામાં કચાશ રહી ગઈ છે. જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. હજુ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો ભોગ બનવું પડે છે. ત્યારે તંત્ર તાકીદે ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠી છે.