હળવદ : હળવદના રહીશ તપન દવેનું પાકીટ સુરેન્દ્રનગરના દવાખાનામાં ખોવાઈ ગયું હતું. ત્યારે તે પાકીટ ચુડા તાલુકાના મનસુખભાઇ વેલાભાઈ ગોવિંદિયા (ભ્રગુપુર) અને ગોવિંદભાઈ અભુભાઈ ધારેજીયાને મળી આવતા, તે પાકીટ મૂળ માલિક એવા તપન દવેનો સંપર્ક કરી અને તેમને પરત કર્યું છે. આ પાકીટમાં રોકડ રૂ. 7,500 અને ઓરીજનલ ડોક્યુમેન્ટ હતા. ત્યારે તેઓ બંનેએ માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.