હળવદ : હળવદ ખાતે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ-મોરબી જિલ્લાના જવાબદાર વ્યક્તિઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હળવદ તાલુકા ટીમની ઘોષણા કરવામાં આવી અને આગળના કાર્યક્રમોની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાનાં શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા હળવદ તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકોએ જવાબદારી સ્વીકારેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ જી. ગોસરા એચ.ટા.ટ.આચાર્ય કડિયાણા પે.સેન્ટર શાળા, મંત્રી તરીકે કેતનભાઈ વડાવિયા- ઢવાણા પે.સેન્ટર શાળા, સી. ઉપાધ્યક્ષ તરીકે રાજુભાઈ ટી.ગોહિલ - રાયધ્રા પ્રા.શાળા, સહ મંત્રી તરીકે હસુભાઈ પરમાર રણછોડગઢ પ્રા. શાળા, ઉપાધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ આર. પટેલ રણમલપુર પ્રા. શાળા અને વનરાજસિંહ જે. સિંધવ - નવી કીડી પ્રા.શાળા, સંગઠન મંત્રી તરીકે હિતેશભાઈ જાદવ, કો.ઓર્ડીનેટર સી.આર. સી. માલણીયાદ, સહ સંગઠન મંત્રી તરીકે સુરેશભાઈ એસ. મૈયડ - સુરવદર પ્રા.શાળા, કોષાધ્યક્ષ તરીકે દિનેશભાઈ રંગાળીયા - માથક પે.સેન્ટર શાળા, જીતેન્દ્રભાઈ એમ. રકમપરા - સુંદરગઢ પ્રા. શાળાની આંતરિક ઓડિટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. આ બેઠકમા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ-મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડાસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા તથા સંગઠન મંત્રી હિતેષભાઇ ગોપાણી તથા જિલ્લા ટીમના સભ્યો હાજર રહ્યા, એમ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબી જિલ્લા પ્રચારમંત્રી હિતેષભાઇ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.