મોરબી : મોરબીના રવાપર રોડ પર નિલકંઠ વિદ્યાલય નજીક એક ખાડો પડી ગયો છે. ભારે વરસાદના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેના લીધે ખાડો દેખાતો નથી. આથી, વાહનચાલકો માટે ખાડો જોખમી સાબિત થઈ શકે છે. અકસ્માત થવાનો ભય રહેલો છે. ગઇકાલે ચાલુ વરસાદે બે બાઇકસવાર ખાડામાં ખાબકતા સામાન્ય ઇજા પહોંચેલ હોવાનું જાણવા મળી રહયું છે. ત્યારે તંત્ર વહેલી તકે ખાડો બુરે, જેથી દુર્ઘટનાને ટાળી શકાય તેવી લોકોની માંગણી છે.