અવની ચોકડી પાસે બે મોટા પાઇપ નાખી પાણી વોકળામાં વહી જાય તેવી વ્યવસ્થા કરી મોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે વરસાદમાં છેલ્લા બે ત્રણ વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. અવની ચોકડી પાસે પાણી ભરાઈ રહેતું હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ પાણી ભરાવવાની સમસ્યા અંગે પાલિકા તંત્રએ અવની ચોકડી પાસે પાણી ભરાવવાની સમસ્યાની કાયમી ઉકેલ લાવવા આજે નક્કર કાર્યવાહી કરી હતી. મોરબીની અવની ચોકડી પાસે પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મોરબી પાલિકાના પ્રમુખ કેતન વિલપરા,ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, સ્થાનિક અગ્રણી જીતુભાઈ અને રાજુભાઇ કાવર સાહિતનાએ ભારે કમર કસી હતી અને પાલિકા તંત્રએ અવની ચોકડી પાસે પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરી હતી. જેમાં બે પાઇપ નાખી અવની ચોકડી પાસે કુંડી બનાવીને પાણી વોકળામાં વહી જાય તેવી વ્યવસ્થા કરી હતી. પાલિકા તંત્રની આ નક્કર કામગીરીથી સ્થાનિકોને પાણી ભરાવવાની સમસ્યામાંથી રાહત મળશે તેવો દાવો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પાલિકાએ કરેલી કામગીરીનો દાવો કેટલો અસરકારક રહે છે તે તો આવનારો સમય બતાવશે.