મોરબી : ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લા અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા તથા મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેઠાભાઇ મિયાત્રા બંનેના માર્ગદર્શન અને પરામર્શના અનુસંધાને મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે ટંકારાના હરિ ઓમ નગરમાં રહેતા બિપીનભાઈ અમરશીભાઇ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવેલ છે. આ તકે બિપીનભાઈને પરિવાર તથા મિત્રવર્તુળ તરફથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.