મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 58 વર્ષના વૃદ્ધ કોરોના દર્દીનું મૃત્યુ જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી મોરબી શહેરના 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા જ્યારે રાજકોટ સિવિલમાં લેવાયેલા સેમ્પલમાંથી વાંકાનેરના 3 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના કુલ કેસ થયા 352 મોરબી : મોરબી જિલ્લામાં 1 ઓગસ્ટ, શનિવારે બપોરે એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં મોરબીમાં 8 અને વાંકાનેરમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજના આ 11 કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 352 પર પોહચી ગયો છે. જ્યારે આજે શનિવારે વહેલી સવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક 58 વર્ષના કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું જતું. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક 22 થઈ ગયો છે. 1 ઓગસ્ટ, શનિવારે જાહેર થયેલા કોરોના કેસની વિગત 1) 36 વર્ષ, પુરુષ, અરૂણોદયનગર, મોરબી-2 2) 52 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી 3) 30 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી 4) 34 વર્ષ, મહિલા, નીતિન પાર્ક, રવાપર, મોરબી 5) 20 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી 6) 16 વર્ષ, યુવતી, 4-શક્તિપ્લોટ, શનાળા રોડ, મોરબી 7) 50 વર્ષ, મહિલા, મહેન્દ્રપરા, મોરબી 8) 52 વર્ષ, પુરુષ, વૃંદાવન પાર્ક, મોરબી-2 9) 56 વર્ષ, પુરુષ, દરબારગઢ રોડ, મોઘ શેરી, વાંકાનેર 10) 25 વર્ષ, મહિલા, વૃદ્ધાશ્રમ ક્વાર્ટર, વાંકાનેર 11) 61 વર્ષ, પુરુષ, પ્રતાપ રોડ, વાંકાનેર મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/