મોરબી : મોરબી જિલ્લાના પ્રોજેકટ કો. ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે તમામ પ્રાથમિક શાળાના કર્મઠ શિક્ષકો માટે રક્ષાબંધનના પર્વની શુભેચ્છા સાથે રક્ષાસૂત્ર મોકલાવેલ છે. વધુમાં, હાલ દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે મોરબી જિલ્લા ટિમ એજ્યુકેશનના તમામ સદસ્યો અને વિધાર્થીઓના આરોગ્યની સુખાકારી, તન અને મનની તંદુરસ્તી માટે પ્રાર્થના અન્વયે મયુર એસ. પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સોમનાથ દાદા અને જડેશ્વર દાદાના ચરણે શીશ ઝુકાવી તમામ શાળાઓમાં રક્ષા સૂત્ર અને શુભેચ્છા સઁદેશ મોકલાવા બદલ અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક પરિવારના વડા તરીકે સૌ કોઈની ચિંતા કરવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીએ ડીપીઈઓ દ્વારા મોકલાયેલા રાખડીનો ઋણ સ્વીકાર કરેલ છે.