મોરબી : મોરબીના મકનસર પ્રેમજીનગરમાં રહેતી એક મહિલા રસોઈ કરતી વખતે દાઝી ગયેલ હતી. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મકનસર પ્રેમજીનગરમાં રહેતા શામજીભાઇ ગેડીયાના પત્ની બાલુબેન (ઉ.વ. 50) ગઈકાલે તા. 28ના રોજ પોતાના ઘરે રસોઇ બનાવતા હતા. ત્યારે અકસ્માતે શરીરે ઝાળ લાગી ગઈ હતી. આથી, તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.