મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૨૮ ના રોજ મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાછળ આવેલ હોટલ પાસે જુગાર રમતા રાહુલભાઇ રૈયાભાઇ મુંધવા ,ગૌતમભાઇ હીરાભાઇ ચાવડા, મનોજભાઇ રમેશભાઇ ચાવડા , નરેશભાઇ મનજીભાઇ ચાવડા ,લાભુભાઇ સવજીભાઇ પરમાર ,આકાશભાઇ ધનજીભાઇ વિઠલાપરા, બિકાસભાઇ પ્રકાશભાઇ મિશ્રાને રોકડા રૂ.૨૦,૮૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.