ટંકારા : ટંકારા-મોરબી હાઇવે પર પસાર થતી કારને આડે ખુંટીયો વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ગત તા. 27ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ ટંકારા તાલુકામાં આવેલ ટંકારા-મોરબી હાઇવે પર ઉકાભાઇ સોમાભાઇ હણ (ઉ.વ. ૪૫, રહે. રાજકોટ) બોલેરો પીક-અપ વાહન GJ-10-TT-2049 લઈને પસાર થતા હતા. ત્યારે ખજુરા હોટલ નજીક અચાનક ખુટીયો આડે આવી કાર સાથે ભટકાઈ ગયો હતો. આથી, ઉકાભાઇએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઉકાભાઇને શરીરે ડાબી બાજુ કમરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને તેઓનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.