ટંકારા : ટંકારાના ખીજડીયા-ઘુનડા રોડ પર ટ્રક ઉપરથી પડી જતા પરપ્રાંતીય શ્રમિકનું મોત નીપજ્યું છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 28ના રોજ ખીજડીયા-ઘુનડા રોડ પર ટ્રક ઉપરથી પડી જતા જુનીરામ નરસીંગરામ ચૌધરી ( મૂળ રાજસ્થાન, ઉ.વ. 35, રહે. હાલ હળવદ માર્કેટીંગ યાર્ડ)નું મૃત્યુ થયું છે. તેઓ એરંડાના કામ સબબ ટ્રકમા મજુરી કામ કરવા આવેલ હતા. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.