પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી અને હથિયારોથી ૧૬ જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના મચ્છીપીઠ પાસે ગઈકાલે થયેલી મારામારીની ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી અને હથિયારોથી ૧૬ જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે આ જૂથ અથડામણની ઘટનામાં હાલ એક પક્ષે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મચ્છીપીઠ, ઇદ મસ્જીદ મેઇન રોડ પર રહેતા હબીબભાઇ સાયાભાઇ ભટ્ટી (ઉ.વ. ૮૦) એ આરોપીઓ હુશેનભાઇ સીદીકભાઇ ખોડ, શાહરૂખ હાજી ખોડ, અસ્લમ હાજીભાઇ ખોડ, ઇરાન હાજીભાઇ ખોડ, જુસબ હુશેનભાઇ ખોડ, ઇમરાન હુશેનભાઇ ખોડ તથા બીજા અજાણ્યા ૮ થી ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૮ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે મચ્છી પીઠ, ઇદ મસ્જીદ મેઇન રોડ ઉપર આરોપીઓએ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ધોકા, લાકડી, પાઇપ જેવા હથિયારો ધારણ કરી સાહેદને મારામારી કરી હતી. ફરીયાદી તથા સાહેદોના રહેણાંક વીસ્તાર ઉપર પથ્થરો તથા સોડા બોટલોના છુટા ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.