મોરબી : મોરબીના યુવાનોએ યુ-ટ્યુબ પર 'તીડ' શોર્ટ ફિલ્મ યુ-ટ્યુબ પર રીલીઝ કરી છે. આ ફિલ્મ ધરતીપુત્રોમાં હતાશા દૂર કરી આશા જગાવવાના હેતુથી બનાવવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ યુવાનો દ્વારા લોકોને ખેડૂતો સુધી આ ફિલ્મ પહોંચાડવાની અપીલ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ મોરબીના ડી.વી.એસ. સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મને મહેશ પ્રજાપતિ (Appo) દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. મોરબીના રહેવાસી રાહુલ કવૈયાએ પોતાની 'રાહુલ કવૈયા' નામની યુ-ટ્યુબ ચેનલ પર ગત તા. 25ના રોજ 'તીડ' શોર્ટ ફિલ્મ રિલીઝ કરી છે. આ ફિલ્મ ખેડૂતોને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ ખેડૂતોને સામાજિક રીતે મદદરૂપ થવાના હેતુથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ આર. કે. ક્રિએશનના નેજા હેઠળ રજુ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રાહુલ કવૈયા, ધરતી ગઢીયા, ઉમંગ લોહાણા, પરેશ ગ્વાલાની, જીયા મહેતા, કિશન મંજરીયા, જૈનમ આહીર, દિવ્યેશ અગ્રાવત તથા મેહુલ આહીર દ્વારા અભિનય કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તા રાહુલ કવૈયા દ્વારા લખવામાં આવી છે. તેમજ દિગ્દર્શન પણ તેના દ્વારા જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની ટીમ દ્વારા પ્રેક્ષકોને ફિલ્મ નિહાળવા તથા વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. જેથી, ખેડૂતો આપઘાત કરવાના કે અવળા માર્ગે જવાના પ્રયાસો ના કરે, ખેડૂતોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. અને આ રીતે ફિલ્મ બનાવવાનો હેતુ સફળ થઇ શકે. https://www.youtube.com/watch?v=2LSS1uiSOgk&feature=youtu.be