મોરબી : મોરબી શહેરમાં શ્રાવણ મહિનામાં જુગાર રમતા લોકોની સંખ્યા વધી રહી હોય એમ બુધવારે બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાંથી પોલીસે રહેણાંક મકાન પર રેડ કરી 4 પત્તા પ્રેમીઓને 91,500ની રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી.ડીવી. પોલીસ સ્ટાફના પો.સબ. ઇન્સ. જે.જે. જાડેજા, પો.હેડ. કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, પો.કોન્સ. ઋતુરાજસિંહ જાડેજા, મુકેશભાઈ જીલરીયા, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, દેવસીભાઈ મોરી તથા વનરાજભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી પૂર્વ બાતમીને આધારે વિશીપરા, પ્રજાપતના કારખાના પાસે 2 નંબરની શેરીમાં રહેતા નિલેશભાઈ સવશીભાઈ અગેચણિયાના રહેણાંક મકાન પર રેડ કરી ગંજીપત્તા પર હારજીતની રોકડ રકમનો જુગાર રમતા 42 વર્ષીય રૂપેશભાઈ લક્ષ્મણભાઇ ક્લોલા, 49 વર્ષીય ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા તથા 36 વર્ષીય ભરતભાઇ પરબતભાઇ અમૃતિયાને રૂપિયા 91,500ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.