નવા છ કેસની આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો થયો 203 મોરબી : મોરબી જિલ્લામાં બપોરે હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ બસ સાંજે જિલ્લામાં વધુ પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 4 મોરબી અને 1 કેસ ટંકારામાં નોંધાયો હતો. આ સાથે આજના કુલ 6 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની બેવડી સદી પુરી થઈ કુલ કેસનો આંક 203 થઈ ગયો હતો. જ્યારે આજે નવા છ કેસની સામે 12 લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 23 જુલાઈ, ગુરુવારે બપોરે હળવદમાં મયુરનગર રોડ પર માધાપર ચબૂતરા પાસે રહેતા 79 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે મોરબી જિલ્લામાં વધુ પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં બ્લોક નં. 301માં રહેતા એક જ પરિવારના 50 વર્ષના મહિલા અને 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મોરબીના સામાંકાંઠે આનંદ નગરમાં રહેતા 60 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ મોરબી શહેરના કાયાજી પ્લોટમાં રહેતા 67 વર્ષના મહિલાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ ઉપરાંત અગાવ પોઝિટિવ આવેલ ટંકારાના ગજડી ગામના યુવાનની પત્ની 30 વર્ષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજે કુલ છ કેસ નવા નોંધાયા હતા. તેમજ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો બે સદી વટાવી 203 થઈ ગયો હતો. જ્યારે આજે નવા છ કેસની સામે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં 54 વર્ષના પુરુષ (દીવાનપરા, વાંકાનેર), 70 વર્ષના પુરુષ (કાયાજી પ્લોટ,મોરબી), 51 વર્ષના પુરુષ (અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, શનાળા રોડ,મોરબી), 36 વર્ષના પુરુષ (ઉમિયા સોસાયટી,મોરબી), 65 વર્ષના મહિલા (સરસ્વતી હોમ, સિલ્વર પાર્ક સોસાયટી,મોરબી), 28 વર્ષના મહિલા (વિઠ્ઠલનગર, શનાળા રોડ,મોરબી), 36 વર્ષના પુરુષ (જેતપર ગામ, મોરબી), 20 વર્ષની મહિલા (નાની બજાર,મોરબી), 35 વર્ષની મહિલા (26-માધાપર,મોરબી), 30 વર્ષના પુરુષ (બોખાની વાડી, નવલખી રોડ,મોરબી), 50 વર્ષના પુરુષ (કાયાજી પ્લોટ, મોરબી) તેમજ 54 વર્ષના મહિલા (વિઠ્ઠલનગર,શનાળારોડ,મોરબી) કોરોનામાંથી સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આજે કોરોનાગ્રસ્ત પોલીસકર્મી સહિત બે દર્દીના મૃત્યુ નિપજ્યા હતા.હાલની મોરબી જિલ્લાની કોરોનાની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં કોરોનાની બેવડી સાથે કુલ કેસ 203 થઈ ગયા છે. જેમાંથી હાલ 122 લોકો રિકવર થઈ ગયા છે. અને હાલ 67 લોકોની સારવાર ચાલુ છે. જ્યારે આજના બે મોત સાથે કોરના દર્દીનો કુલ મૃત્યુ આંક 14 થયો છે.