બન્ને બાજુઓ વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર રંગપર-બેલા ગામ પાસે આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો અને એકપણ વાહનો ન નીકળે તે રીતે ટ્રાફિકજામ સર્જ્યો હતો. રોડની બન્ને બાજુએ વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાય ગયા હતા. આથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર અનેક સીરામીકની ફેકટરીઓ આવેલી છે. જેથી, જેતપર રોડ ઉપર રંગપર બેલા ગામ પાસેના રોડ ઉપર સીરામીક ફેકટરીઓના કારણે અહીંયા વાહનોનો અસામાન્ય ઘસારો રહે છે. અને વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ છે. જોકે છેલ્લા ઘણા સમયથી સીરામીક ઝોન જેતપર રોડ ઉપર ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. આથી, સીરામીક ઉદ્યોગકારો, મજૂરો સહિતના વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આજે ફરી જેતપર રોડ ઉપર રંગપર બેલા ગામ પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આથી, સંબધિત તંત્ર આ કાયમી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે નક્કર કાર્યવાહી કરે તેવી વાહનચાલકોએ માંગ ઉઠાવી છે.