મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ છ પૈકી મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે કાર્યરત ડી.બી.ગજેરાને પ્રમોશન આપી સયુંકત ખેતી નિયામક (વિસ્તરણ) તરીકે જૂનાગઢ ખાતે મુકવામાં આવ્યા છે.