મોરબી : મોરબીના મચ્છુનગરમાં એક શખ્સને વિદેશી દારૂની બે બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોરબીના મચ્છુનગરમાં કામધેનુ સોસાયટી પાછળના વિસ્તારમાં રહેતા કિશનભાઇ મુમ્માભાઇ સરૈયા (ઉ.વ. 21, ધંધો ડ્રાઇવિંગ)ને ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની બોટલ નંગ-2 (કી.રૂ. 600) સાથે વિશાલ ફર્નિચર પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કિશન વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.