મોરબી : અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) દ્વારા મોરબી જીલ્લા અધ્યક્ષ તરીકે હજનાળી ગામના રહેવાસી ડો. કિશોરદાન લાલુભા ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ જાણીતા કવિ, સાહિત્યકાર અને પ્રોફેસર છે. આ તકે તેઓને મોરબી ગઢવી સેવા મંડળ, ઈશર મહાપ્રયાણ સમિતિ તથા મોરબી સોનલબીજ સમિતિ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.