પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક અજાણ્યો યુવક માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે. ગઈકાલે તા. 19ના રોજ મોરબી તાલુકાના બરવાળા અને પીપળીયા રેલ્વે સ્ટેશન વચ્ચે લુંટાવદર ગામની નજીક ફાટક નં-૫૭ પાસે એક અજાણ્યો પુરૂષ (ઉ.વ. આશરે ૨૫ વર્ષ) માલગાડી ટ્રેનની હડફેટે આવી ગયો હતો. આથી, તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે. અને પોલીસ દ્વારા આ બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.