અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72 મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ બીજી તરફ એકસાથે 19 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. આમ જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 91એ પહોંચી ગયો છે. મોરબી જિલ્લામાં આજે 9 પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં 6 મોરબીના , 2 હળવદના તથા 1 વાંકાનેરના કેસનો સમાવેશ થાય છે. જો કે આજના દિવસે મોટી ખુશખબર પણ સામે આવી છે. જેમાં આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે એકસાથે 19 કોરોનાના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેથી તેઓને રજા આપી ઘરે પરત મોકલી દેવાયા છે. સાજા થયેલા આ 19 દર્દીઓમાં રવાપર રોડ પર વિદ્યુત પાર્કના 58 વર્ષીય પુરુષ, વસંત પ્લોટના મધુવન વિસ્તારના 57 વર્ષીય પુરુષ, સુભાસનગરના 52 વર્ષીય પુરુષ, રામકો બંગલો પાસે ગજાનન પાર્કના 37 વર્ષીય મહિલા અને 42 વર્ષીય પુરુષ, રવાપર રોડના પ્રમુખ હાઇટ્સના 53 વર્ષીય પુરુષ, કાયાજી પ્લોટ-2ના 44 વર્ષીય પુરુષ, વસંત પ્લોટ-1ના 62 વર્ષીય મહિલા, જેટકો કોલોનીના 80 વર્ષીય મહિલા, શનાળા રોડ પરની અરિહન્ટ સોસાયટીના 67 વર્ષીય પુરુષ, રવાપરના વિદ્યુત પાર્કના 55 વર્ષીય મહિલા, જુના બસ સ્ટેશન વિસ્તારના 60 વર્ષીય મહિલા, પુનિતનગરના 68 વર્ષીય પુરુષ, કડીયા કુંભાર શેરીના 48 વર્ષીય પુરુષ, શક્ત શનાળાના જીઇબી શેરીના 64 વર્ષીય મહિલા, લાલબાગ વિસ્તારના 54 વર્ષીય મહિલા, વિસીપરાની મદીના સોસાયટીના 50 વર્ષીય પુરુષ, ક્રિષ્ના હોસ્પિટલના 30 વર્ષીય પુરુષ, રવાપર રોડ પરના પ્રાણનગરના 60 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અત્યાર સુધી 174 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 91 દર્દીઓ સાજા થઈ ગયા છે. અને 11 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે હાલ 72 કેસો એક્ટિવ છે.