મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ ઉ.વ.58 નામના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ ફરીથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી રાજકોટ એડમિટ કરાયા હતા.જ્યાં તેમનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/