મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી તાલુકાની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાનાં શિક્ષકો વતી શિક્ષકોના હિતોની રક્ષા કરવા તથા શિક્ષકોને અન્યાયકર્તા પ્રશ્નોને વાચા આપવા મોરબી તાલુકાનાં કર્તવ્યનિષ્ઠ શિક્ષકો એ પોતાના શિરે જવાબદારી લીધેલ છે. જેમાં અધ્યક્ષ તરીકે સંદીપભાઈ જી. લોરીયા, મંત્રી તરીકે રાકેશભાઈ પી. કાંજીયા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રમેશચંદ્ર જી. હુંબલ, ઉપાધ્યક્ષ તરીકે કિરીટભાઇ સી. આઘારા તથા વિક્રમભાઈ એસ. ગરચર, સંગઠન મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ ડી. કાવઠીયા, સહ સંગઠનમંત્રી તરીકે ચિરાગભાઈ પી. ગામી, કોષાધ્યક્ષ તરીકે અંબરીશભાઇ પી. વ્યાસ,આંતરીક ઓડીટર તરીકે ઉમેશભાઈ ટી. પટેલ, પચારમંત્રી તરીકે નરેશભાઇ બી. મારવણીયા, સહ પ્રચારમંત્રી તરીકે દિલીપભાઇ એમ. સદાતીયા, કાર્યાલયમંત્રી તરીકે અશ્વિનભાઈ ડી. હળવદિયા, સહ કાર્યાલયમંત્રી તરીકે મહાદેવભાઇ આર. રંગપડીયા એ જવાબદારી સ્વીકારી છે. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ- મોરબી જિલ્લા ટીમના અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઇ કૂવાડીયા, ઉપાધ્યાક્ષ હરદેવભાઇ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા તથા જિલ્લા ટીમે શુભેચ્છાઓ પાઠવી છે. તેમ પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવેલ છે.